You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'એકસાથે આઠ શબના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હોવા છતાં કેટલાંક બહાર રઝળી રહ્યા હતા'
કોરોના વાઇરસની બીજી લહેરે મહારાષ્ટ્રને એટલી હદે ભરડામાં લીધું છે કે શનિવાર અને રવિવાર લૉકડાઉન લગાવવાનો વારો આવ્યો છે.ભારતમાં જ્યારે મહારાષ્ટ્ર ફરીથી કોરોનાનું હૉટસ્પૉટ બન્યું છે અને રાજ્યનાં શહેરોમાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.મહારાષ્ટ્રના અહમદનગરમાં કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂકેલા લોકોના અંતિમસંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે.8 એપ્રિલના રોજ અહમદનગરમાં એક જ દિવસમાં 48 કોરોના પીડિત દર્દીઓનાં મૃત્યુ નોંધાયાં હતાં.એ જ સમયે અહમદનગર નગરપાલિકાની શબવાહિનીમાં એક-એક કરીને છ કોરોના સંક્રમિત શબોને લાવવામાં આવ્યા. છતાં કેટલાંક સ્મશાનની બહાર રઝળી રહ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો