શું કોરોના વાઇરસની રસી દર થોડાં વર્ષે ફરીથી લેતા રહેવું પડશે?

પ્રકાશિત

ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાઇરસની બીજી લહેર આવી છે અને રાજ્યમાં સતત કેસ વધી રહ્યા છે, જ્યારે બીજી તરફ કોરોના વાઇરસનું રસીકરણ પણ ચાલી રહ્યું છે.

હાલ ભારતમાં કોરોના સંક્રમણના એક કરોડ 26 લાખથી પણ વધુ કેસ છે, એક લાખ 65 હજારથી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. એક કરોડ કરતાં વધુ લોકો સંક્રમિત થઈને સ્વસ્થ થઈ ચૂક્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 5469 નવા કેસ નોંધાયા અને 54 લોકોનાં મૃત્યુ થયાં છે.

રસીકરણની વાત કરીએ તો કેન્દ્ર સરકારના આંકડા મુજબ ભારતમાં અત્યાર સુધી દસ કરોડથી વધારે લોકોને રસી મૂકવામાં આવી છે.

અનેક લોકો કોરોના વાઇરસની રસી લઈ રહ્યા છે, તો કેટલાક લોકો હજુ પણ કોરાનાની રસી લેતા ખચકાટ અનુભવી રહ્યા છે.

કોરોના રસીકરણને લઈને તેની અસર, આડઅસર અને યોગ્યતા તથા તકેદારીઓ બાબતે અનેક લોકો હજી અસમંજસમાં છે. તેમાંથી એક સવાલ છે કે શું વારંવાર કોરોનાની રસી લેવી પડશે? વીડિયોમાં જુઓ કે શું કહે છે નિષ્ણાતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો