રેમડેસિવિર : પાંચ હજાર ઇન્જેક્શન વેચવાની સી. આર. પાટીલની જાહેરાત વિશે લોકોએ શું કહ્યું?

પ્રકાશિત

ગુજરાતમાં શુક્રવારે કોરોના વાઇરસના 4,541 કેસ નોંધાયા હતા. કોરોના સંક્રમણના કેસમાં સતત વધારાની સાથે-સાથે સારવારમાં વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનની અછત હોવાની રાવ છે, રેમડેસિવિર માટે લાગેલી દરદીઓના પરિવારજનોની લાંબી લાઇનોનાં દૃશ્યો પણ આવી રહ્યાં છે.

આ ઘટનાક્રમની વચ્ચે ભારતીય જનતા પક્ષના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે શુક્રવારે સુરત સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.

મુલાકાત બાદ તેમણે જાહેરાત કરી હતી કે ભાજપ સુરતમાં પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી રહ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે જે લોકોને રેમડેસિવિરની જરૂર હશે તેમને વિનામૂલ્યે ભાજપ આપશે.

જે બાદ વિપક્ષે ભાજપ પર કેટલાક આરોપ મૂક્યા અને કહ્યું કે લોકોને ઇન્જેક્શન મળતાં નથી તો ભાજપ પાસે ક્યાંથી ઇન્જેક્શન આવી રહ્યાં છે.

ત્યારે ઇન્જેક્શન માટે ધક્કા ખાઈ રહેલા લોકો આ અંગે શું કહે છે, જુઓ આ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો