પ્રિન્સ ફિલિપ અને રાણી ઍલિઝાબેથનાં 1947માં લગ્ન થયાં હતાં

પ્રકાશિત

ક્વિન ઍલિઝાબેથ દ્વિતીયના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની ઉંમરે નિધન થયું હોવાનું બકિંઘમ પૅલેસે જણાવ્યું છે.

વર્ષ 1947માં પ્રિન્સે રાજકુમારી ઍલિઝાબેથ સાથે લગ્ન કર્યાં હતાં. જેના પાંચ વર્ષ બાદ ઍલિઝાબેથ મહારાણી બન્યાં હતાં.

બકિંઘમ પૅલેસે જણાવ્યું, "હર મૅજેસ્ટી ક્વિને પોતાના પતિ, હિસ રૉયલ હાઇનેસ ડ્યુક ઑફ ઍડિનબર્ગ, પ્રિન્સ ફિલિપના નિધનની ભારે દુઃખ સાથે જાહેરાત કરી." "વિન્ડસર કાસલમાં હિસ રૉયલ હાઇનેસ આજે સવારે શાંતિપૂર્ણ રીતે નિધન પામ્યા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો