એ તામિલ મહિલા જેમણે કેરળવાસીઓને ગુજરાતી સ્વાદનું ઘેલું લગાડ્યું

પ્રકાશિત

આ છે સંધ્યા જોશી, તેઓ ગુજરાતી બોલી શકે છે અને ગુજરાતી વાનગીઓ પણ રાંધે છે. જોકે તેઓ મૂળે ગુજરાતી નથી, તેઓ તામિલ છે.

સંધ્યા જોશીનાં લગ્ન ગુજરાતી પરિવારમાં થયાં છે અને તેઓ કેરળના કોચીનમાં પેઢીઓથી વસે છે.

લગ્ન બાદ તેઓ ગુજરાતી ભાષા શીખ્યાં અને સાથે-સાથે ગુજરાતીઓ વાનગીઓ બનાવતાં પણ શીખ્યાં છે.

સંધ્યાએ એમબીએનો અભ્યાસ કર્યો છે, બૅન્કરની કારકિર્દીને અલવિદા કહીને તેમણે બાળકો અને પરિવારની જવાબદારી સ્વીકારી હતી.

જોકે હવે તેઓ તેમના શોખ ખાતર ક્લાઉડ કિચનિંગ તરફ વળ્યાં છે. તેઓ કોચીનના લોકોને ગુજરાતી, તામિલ અને અનેક પ્રકારની વાનગીઓ પીરસે છે.

સંધ્યા જોશીની કહાણી, તેમના જ શબ્દોમાં.

અહેવાલ: પાર્થ પંડ્યા/કેન્ઝ ઉલ મુનીર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો