તામિલનાડુ ચૂંટણી : ચેન્નાઈની ગુજરાતી રેસ્ટોરાં જેની વાનગીઓનું સ્થાનિકોને ઘેલું લાગ્યું

પ્રકાશિત

ચેન્નઈમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. આગામી સમયમાં યોજાનાર તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં ત્યાંના ગુજરાતી સમાજના મતોનું મહત્ત્વ પણ વધી ગયું છે.

આ ચૂંટણીની ચર્ચાથી અળગા થઈને વિચારીએ તો ચેન્નાઈમાં એક એવું ભોજનાલય પણ આવેલું છે જેણે ત્યાંની સ્થાનિક તામિલ પ્રજાને ગુજરાતી ભોજનનું ઘેલું લગાડ્યું છે.

આ ભોજનાલયમાં માત્ર આસપાસ રહેતા કે ફરવા આવતા ગુજરાતીઓ જ નહીં પરંતુ મોટી સંખ્યામાં સ્થાનિક તામિલ લોકો પણ ગરમાગરમ ગુજરાતી વાનગીઓની જિયાફત માણવા માટે આવે છે.

'જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત', અરદેશર ખબરદારની આ પંક્તિઓ ચેન્નઈના આ ગુજરાતી ભોજનાલય એવા ગુજરાતી મંડળના સંચાલકોએ સાર્થક કરી બતાવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો