You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાકેશ ટિકૈતે ગુજરાતની મુલાકાત અને નરેન્દ્ર મોદી વિશે શું કહ્યું?
નરેન્દ્ર મોદી સરકારે પસાર કરેલા ત્રણ કૃષિકાયદાઓની વિરુદ્ધમાં અને પાકની એમએસપી માટે કાયદો લાવવાની માગ સાથે નવેમ્બરથી ખેડૂતો દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે.
સિંઘુ અને ટીકરી બાદ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતની આગેવાનીમાં ગાઝીપુર બૉર્ડર પણ મોટો મોરચો બની છે.
26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં હિંસા બાદ આંદોલનની દિશા બદલાઈ. એક સમયે આંદોલન મંદ પડશે એવી વાત પણ સામે આવી. જોકે, રાકેશ ટિકૈતની રડતી આંખે જાણે કે આખી સ્થિતિ જ બદલી નાખી અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ દિલ્હીની ગાઝી પુર સરહદે નવો મોરચો સ્થાપી દીધો.
રાકેશ ટિકૈત અનેક વાર એમના નિવેદનોને કારણે વિવાદમાં આવી ચૂક્યા છે અને હવે તેઓ જ્યાં આંદોલનની ખાસ અસર નથી એવા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગઢ ગુજરાતનો પ્રવાસ કરવા જઈ રહ્યા છે.
રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાત અગાઉ બીબીસી સંવાદદાતા મેહુલ મકવાણાએ એમની સાથે ગાઝીપુર બૉર્ડર પર વાત કરી.
રાકેશ ટિકૈતે ગુજરાતની મુલાકાત અને નરેન્દ્ર મોદી વિશે શું કહ્યું જુઓ વીડિયો
શૂટ-એડિટ : રવિશંકર કુમાર
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.