You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Tuberculosis Day : TB એટલે શું? આ બીમારી કેટલી ઘાતક છે?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે WHO મુજબ દર વર્ષે દુનિયામાં કુલ કેસોમાં ત્રીજા ભાગના કેસો ભારતમાં નોંધાય છે અને દેશમાં આ રોગથી વર્ષે 4,80,000 લોકો ભારતમાં મૃત્યુ પામે છે.
આંકડાને બ્રેક કરીએ તો પરિસ્થિતિ વધારે ખતરનાક લાગે છે કારણ કે ભારત સરકારનું આકલન છે કે દેશમાં ટીબીના કારણ કે દરરોજ 1,300 લોકો મૃત્યુ પામે છે.
જોકે ભારત છેલ્લા 50 વર્ષથી ટીબીને ખતમ કરવામાં લાગ્યું છે પરતું હજી સુધી તે સાયલન્સ કિલરના નામે ઓળખાય છે.
નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2025 સુધી ટીબીને દેશમાં મિટાવી દેવાનું પ્રણ કર્યું છે પરંતુ કોવિડના કેરની અસર ટીબી પર પણ ગત વર્ષે દેખાઈ હતી
એપીડેમિયોલૉજી ઍન્ડ ગ્લોબલ હેલ્થમાં કનાડા રિસર્ચ ચેયર અને મૅકગિલ આંતરરાષ્ટ્રીય ટીબી સેન્ટ્રના પ્રમુખ ડૉક્ટર મધુ પાઈએ આ ઘટનાક્રમનું અધ્યયન કર્યું છે.
તેઓ કહે છે કે ભારતનું ટીબીને 2025 સુઘી ખતમ કરવાનું લક્ષ્ય ઓછામાં ઓછા પાંચ વર્ષ પાછળ જઈ શકે છે. ગત વર્ષના સરકારી આંકડા મુજબ કોરોના વાઇરસને કારણે ટીબીના દર્દીઓનાં રિપોર્ટિંગ (સરકારી અને ખાનગી હૉસ્પિટલમાં) ઘટાડો થયો છે.
સાયલન્ટ કિલર નામે ઓળખાતા આ રોગ વિશે જાણો આ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો