બલૂચિસ્તાનમાંથી ગુમ થઈ રહેલા પુરુષોની હકીકત શું છે?
પાકિસ્તાન વર્ષ 2000ની શરૂઆતના સમયમાં જ્યારે અમેરિકા સાથે ઉગ્રપંથ વિરુદ્ધની લડતમાં જોડાયું હતું ત્યારે બલૂચિસ્તાનમાં કેટલાય પુરુષો ગુમ થવા લાગ્યા હતા. આમાંથી મોટા ભાગના ક્યારેય પરત ન ફરી શક્યા.
ગુમ થયેલા પુરુષોનો પરિવાર દેશની સુરક્ષા એજન્સીઓને આ માટે જવાબદાર ગણે છે. આ એજન્સીઓ પણ આ આક્ષેપને સંપૂર્ણપણે નકારતી નથી પણ તેઓ એમ પણ કહે છે કે ગુમ થયેલા લોકો પણ સંપૂર્ણ રીતે નિર્દોષ નહોતા અને આ દેશની સુરક્ષાનો સવાલ હતો.
સુપ્રીમ કોર્ટના આદેશ પર આ પ્રકારે ગુમ થવાના મામલાઓની તપાસ માટે એક પંચની રચના કરવામાં આવી છે અને પંચનું કહેવું છે કે તેમણે મોટા ભાગની ફરિયાદોનો નિકાલ લાવી દીધો છે.
જોકે, પરિવારોનો આક્ષેપ છે કે આ પંચ નિષ્પક્ષ કે અસરકારક નથી.
બીબીસી સંવાદદાતા શુમાયલા જાફરીનો આ અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો