બૅન્કોની હડતાલ : નરેન્દ્ર મોદી સરકાર બૅન્કોનું ખાનગીકરણ કેમ કરી રહી છે?

વીડિયો કૅપ્શન, મોદી સરકાર બૅન્કોનું ખાનગીકરણ કેમ કરી રહી છે?
પ્રકાશિત

સોમવાર અને મંગળવારે દેશની સરકારી બૅન્કોના કર્મચારીઓ હડતાલ પાળશે. દેશના સૌથી મોટા બૅન્ક કર્મચારી સંગઠન 'યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ'એ આ હડતાલનું આહ્વાન કર્યું છે.

કર્મચારી સંગઠનોનું કહેવું છે કે દેશના અર્થતંત્રને પાટા ઉપર લાવવા માટે સરકારી બૅન્કોને સબળ કરવાની જરૂરિયાત છે ત્યારે સરકારે ખાનગીકરણનો તદ્દન ઊલટો માર્ગ પકડ્યો છે.

બજેટ દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન બે સરકારી બૅન્ક તથા એક જનરલ ઇન્સ્યૉરન્સ કંપનીનું ખાનગીકરણ કરાશે.

જાણો શું છે સમગ્ર મામલો.

line

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો