નેપાળના પુનર્નિર્માણમાં ભાગીદારી કરતી મહિલાઓની કહાણી

વીડિયો કૅપ્શન, નેપાળના પુનર્નિર્માણમાં ભાગીદારી કરતી મહિલાઓની કહાણી
પ્રકાશિત

નેપાળના પુનર્વસનમાં હવે મહિલાઓની ભાગીદારી વધી છે. નેપાળમાં ઘણાં મહિલાઓએ આશિયાનાનાં સપનાં પૂરાં કરવાં બાંધકામ ઉદ્યોગમાં કામ કરવાનું શરૂ કર્યું છે.

ગોરખા જિલ્લામાં હિમાલયની ચટ્ટાનોથી ઘેરાયેલો આ રસ્તો અમને પૂર્ણિમયાના ઘર સુધી લઈ જાય છે. જ્યાં તેઓ પોતાના 2 સાથીઓ સાથે નવું ઘર બનાવી રહ્યાં છે.

પૂર્ણિમયા અને તેમનાં જેવાં સેંકડો અન્ય કારીગરોને અહીં ઘર બનાવતી મહિલા મેસન કહેવાય છે અને નેપાળમાં આ સામાન્ય વાત નથી.

ઘરનિર્માણનું કામ આજે પણ નેપાળના પરંપરાગત સમાજમાં માત્ર પુરુષોનું કામ મનાય છે અને અને આ પરંપરા એટલી હદે પ્રવર્તે છે કે મહિલાઓને ઘરની છત પર જવાની કે બાંધવાની પણ પરવાનગી નથી.

પણ 2015માં આવેલી આ કુદરતી આફત બાદ ઘણું બધું બદલાઈ ગયું છે.

ભૂકંપને લીધે નેપાળની હાલત બદ્દતર થઈ ગઈ છે. 32 જિલ્લામાં લગભગ 8 લાખ ઇમારતો ઢળી પડી, 9 હજાર લોકોના જીવ ગયા અને દેશની એક તૃતીયાંશ અર્થવ્યવસ્થા પડી ભાંગી છે.

નેપાળના નવસર્જનમાં મહિલાઓના ફાળા પર બીબીસી સંવાદદાતા મયૂરેશ કોણ્ણૂરનો આ ખાસ અહેવાલ.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો