You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પતિના મૃત્યુ બાદ જાતે ખેતી કરી પગભર બન્યાં આ સુરતી ખેડૂત બહેન
સુરતના ઉમરાચી ગામના લોકો માટે કોઈ મહિલાને રસ્તા પર કે ખેતરમાં ટ્ર્રૅક્ટર ચલાવી ખેતી કરતાં જોવાં એ નવી વાત નથી રહી. કારણકે આ ગામનાં લલિતાબહેન પોતાના પતિના મૃત્યુ બાદ જાતે પોતાનાં ખેતરમાં ખેતી કરીને સ્વનિર્ભર બન્યાં છે.
દસ વર્ષ પહેલાં કૅન્સરની માંદગીમાં પોતાના પતિને ગુમાવ્યા બાદ લલિતાબહેને પોતાના ઘરની જવાબદારી જાતે જ ઉઠાવી લેવાનું બીડું ઝડપ્યું અને સફળતાપૂર્વક આ જવાબદારી નીભાવી પણ ખરી.
પોતાના પતિના મૃત્યુ બાદ ખેતીકામ, ઘર અને સંતાનોનાં ઉછેરની મસમોટી જવાબદારી આવી પડ્યા બાદ પણ તેઓ નાસીપાસ ન થયાં અને પોતાના પરસેવાથી પોતાની સંઘર્ષગાથાને બીજા માટે પ્રેરણારૂપ બનાવવામાં સફળતા મેળવી.
આત્મનિર્ભરતાની મિસાલ એવાં લલિતાબહેનના જીવન વિશે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો