લોકો નેપાળથી ભારતમાં પેટ્રોલની તસ્કરી કેમ કરી રહ્યાં છે?
પ્રકાશિત
ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાને કારણે નેપાળથી તેલની તસ્કરીના મામલા વધી ગયા છે. ભારતથી જ ખરીદીને નેપાળ જતું પેટ્રોલ-ડીઝલ ત્યાં 23થી 27 રૂપિયા સસ્તું છે.
ભારતના સીમા પાસે આવેલા પેટ્રોલ પંપોના ધંધા પર તેની અસર દેખાઈ રહી છે. નેપાળ સીમા પાસેના રક્સૌલ શહેરમાં નેપાળી વાહનોની અવર-જવર છે.
તો નેપાળની તરફના વીરગંજ શહેરમાં ભારતીય વાહનો દેખાય છે.
તેલની તસ્કરીનો મામલો સામે આવ્યા બાદ ભારતની સીમા પર સશસ્ત્ર સીમાદળના જવાનોની તપાસ વધી ગઈ છે. જોકે વધારે સીમાઓ ખુલ્લી હોવાને કારણે તસ્કરી રોકાઈ રહી નથી.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો