યમન : એ પ્રજ્ઞાચક્ષુ બાળક જે યુદ્ધથી તબાહ થયેલી શાળામાં બાળકોને ભણાવે છે

પ્રકાશિત

યમનમાં વર્ષોથી ચાલી રહેલા યુદ્ધને કારણે અનેક શાળાઓ ધ્વસ્ત થઈ ગઈ છે.

યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં આવેલી આ શાળામાં ભણતા બાળકોનું શિક્ષણ પણ બગડી રહ્યું છે.

યમનની સરકાર અને હૂથી વિદ્રોહીઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં યમનના લોકોનું જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે.

યમનના તૈઝ શહેરમાં હૂથી વિદ્રોહીઓના કબજામાંથી છોડાવવામાં આવેલી એક આવી જ શાળામાં નવ વર્ષોનો અંધ છોકરો અહમદ પોતાનાં જેવા અન્ય બાળકોને ભણાવવા આવે છે.

તે જન્મથી અંધ છે અને પગાર ન મળવાને કારણે ન આવતા શિક્ષકોની જગ્યાએ ભણાવવાનું કામ કરે છે.

યુદ્ધ અને તબાહીના ભય વચ્ચે પણ આ બાળકોએ પોતાની તૂટેલી શાળામાં ભણતર ચાલુ રાખ્યું છે.

યુદ્ધ અને તબાહીના ભય વચ્ચે પણ આ બાળકોએ પોતાની તૂટેલી શાળામાં ભણતર ચાલુ રાખ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો