રાજકોટનું એ દંપતી જે હજારો રોપા બનાવી લોકોને નિ:શુલ્ક આપે છે
પ્રકાશિત
કોરોનાના કારણે જ્યારે સમગ્ર દેશની શાળાઓ, કૉલેજો અને રોજગાર બંધ થયા હતા, તે સમયથી આ શિક્ષક દંપતી વેસ્ટ પ્લાસ્ટિક જેવા કે નાસ્તાના રેપર, દૂધની કોથળી વગેરેનો ઉપયોગ કરી વિવિધ રોપા તૈયાર કરી નિ:શુલ્ક રીતે આપી રહ્યા છે.
તેઓ શાળાના બાળકોને જન્મદિવસ હોય ત્યારે શાળા તરફથી ભેટ સ્વરૂપે આપી રહ્યા છે. દૂધની કોથળી લાવવી, તેને કાપવી, પાણીથી ધોઈને સુકાવવી, પ્લાસ્ટિકની કોથળીમાં માટી ભરવી વગેરે જેવા કામ આ દંપતી કરી રહ્યા છે અને તેમનાં બાળકો પણ તેમની મદદ કરી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો