સ્વપ્ના બર્મન : જ્યારે રિક્ષાચાલકનાં દીકરીનો સંઘર્ષ રંગ લાવ્યો

વીડિયો કૅપ્શન, સ્વપ્ના બર્મન : એક રિક્ષાચાલકના દીકરી જેમણે ખેડી નોકરીના સંઘર્ષથી મેડલના સુધીની સફર
પ્રકાશિત

એક રિક્ષાચાલક અને ટી ઍસ્ટેટમાં કામ કરતાં મજૂરનાં દીકરી સ્વપના બર્મન જ્યારે પ્રથમ વખત રમતના મેદાનમાં પ્રવેશ્યાં ત્યારે તેમની મહત્ત્વકાંક્ષા એક સારી નોકરી શોધવાની હતી , મેડલ જીતવાની નહીં. ત્યારે તેમને ખ્યાલ નહોતો કે ખ્યાતિ તરફ આ તેમનું પ્રથમ પગલું છે.

તેમની પ્રતિભા અને મહેનત તથા કોચના માર્ગદર્શન હેઠળ તેઓ એશિયન ગેમ્સમાં ટ્રૅક ઍન્ડ ફિલ્ડ ઇવૅન્ટ, જેમાં સાત પ્રકારની રમતોનો સમાવેશ થાય છે, તેમાં ગોલ્ડ મેડલ જીતી લાવ્યાં. સ્વપના બર્મન એ વાતને સારી પુરવાર કરે છે કે જો જીતવાનો દૃઢનિશ્ચય હોય તો લક્ષ્ય મળીને જ રહે છે.

(આ કહાણી ધ ઇન્ડિયન ચેન્જમેકર સિરીઝનો એક ભાગ છે જેમાં ભારતનાં પ્રેરણાદાયક મહિલા ખેલાડીઓની કહાણીઓ છે)

રિપોર્ટર - દેબલીય રોય

શૂટ એડિટ - દેબલીન રોય અને રુબાયત બિશ્વાસ

પ્રોડ્યુસર - દીપક શર્મા

ફૂટર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો