ગુજરાતના પાડોશમાં કોરોનાના નવા સ્ટ્રેનને કારણે લૉકડાઉન જેવી સ્થિતિ, ગુજરાત કેટલું તૈયાર?

પ્રકાશિત

કોરોનાના નવા સ્ટ્રેનથી ભારત માટે ફરી જોખમ ઊભું થયું છે. કેટલાક રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેરને કારણે સ્થિતિ વણસી રહી છે. મહારાષ્ટ્ર તેમાં મોખરે છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 15 દિવસમાં કોરોના દર્દીઓની સંખ્યા ત્રણ ગણી વધી છે. જેના કારણે શિવસેના સરકારે અહીં આંશિક લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ આગામી એક અઠવાડિયા સુધી રાજકીય રેલીઓ, ધાર્મિક અને સામાજિક મેળાવડાઓ પર રોક લગાવી દીધી છે.

એટલું જ નહીં તેમણે એટલે સુધી કહી દીધું છે કે જો પરિસ્થિતિ આ જ રહીં તો સરકાર એક સપ્તાહ બાદ સંપૂર્ણ લૉકડાઉન અંગેનો નિર્ણય લઈ શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો