You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉન્નાવ ગ્રાઉન્ડ રિપોર્ટ : એ ત્રણેય યુવતીઓ સાથે શું થયું હતું?
ઉત્તર પ્રદેશ પોલીસનું કહેવું છે કે ઉન્નાવમાં દલિત કિશોરીઓનાં ડબલ મર્ડર કેસમાં હત્યા બાજુના ગામના યુવકે એક સગીર સાથે મળીને કરી છે અને તેમની ધરપકડ કરી લેવાઈ છે.
પોલીસે પાઠકપુર ગામમાંથી વિનય નામના યુવકની અને એક સગીરની ધરપકડ કરી છે.
પોલીસ અધિકારી લક્ષ્મી સિંહે મીડિયાને કહ્યું કે વિનય નામના યુવકનું ખેતર છોકરીઓનાં ખેતરને અડીને આવેલું છે અને તે યુવક એક છોકરીને એકતરફી પ્રેમ કરતો હતો.
લક્ષ્મી સિંહ અનુસાર, વિનયે એક છોકરીને પ્રેમનો પ્રસ્તાવ આપ્યો હતો જેને છોકરીએ અસ્વીકાર કર્યો હતો અને એ પછી વિનયના મનમાં છોકરી પરત્વે ખૂબ ઈર્ષા હતી.
પોલીસે કહ્યું કે એક ખબરીની બાતમીને આધારે યુવકની ધરપકડ કરવામાં આવી અને એ પછી પૂછપરછમાં એણે ગુનો કબૂલ્યો છે.
જુઓ આ વીડિયો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો