યમન : એ યુદ્ધગ્રસ્ત દેશ જ્યાં બાળકો બની રહ્યાં છે સ્નાઇપર ગનનો શિકાર
પ્રકાશિત
આજે એ દેશની વાત જે પૃથ્વી પર સૌથી વધુ ખતરનાક કહેવાય છે, એ દેશ જ્યાંના નાગરિકો વર્ષ 2015થી ગૃહ યુદ્ધને સહન કરી રહ્યાં છે.
યમન, જેનું શહેર ટાયઝ જે બાળકો માટે સૌથી વધુ ભયજનક છે, માનવ અધિકાર માટે કાર્ય કરતા લોકોના મતે 450થી વધુ બાળકો અહીંના હૂતી લડાકૂઓની સ્નાઇપરમાંથી છૂટેલી ગોળીનાં શિકાર બન્યા છે અથવા તો ઘાયલ થયાં છે. યમનની હિંસક સ્થિતિ બાબતે ભારતે પણ ચિંતા વ્યક્ત કરી છે.
સંયુકત રાષ્ટ્રની સુરક્ષાપરિષદમાં બોલતા ભારતના રાજદૂત ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું કે દાયકાના લોહિયાળ સંઘર્ષનો અંત નથી આવી રહ્યો એ દિલ તોડી નાખનારી વાત છે અને દરેક પક્ષોને સાથે રાખીને શાંતિપૂર્ણ રાજકીય સમાધાન જ આનો અંત આણી શકે છે.
યુદ્ધગ્રસ્ત સ્થિતિ વચ્ચે બીબીસીનું યમનથી રિપોર્ટીંગ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો