નાઝિયા અંસારી : બુરખાને પોતાની ઓળખ ગણાવનારાં AIMIMનાં ઉમેદવાર

વીડિયો કૅપ્શન, AIMIMની ટિકિટ પર ચૂંટણીમેદાનમાં ઝંપલાવનાર ‘બુરખાનસીન’ નાઝિયા અંસારીની કહાણી
પ્રકાશિત

ગુજરાતમાં આજકાલ સ્થાનિકસ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. એક તરફ અસદ્દુદીન ઓવૈસીના પક્ષ AIMIM અને અરવિંદ કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીના આગમનથી રાજ્યમાં ચૂંટણીજંગ રસપ્રદ બન્યો છે તો બીજી બાજુ AIMIM દ્વારા ઉમેદવારોની પસંદગી પણ સ્થાનિકોમાં ચર્ચાનો મુદ્દો બની છે.

આવાં જ એક ઉમેદવાર છે, અમદાવાદના ગોમતીપુર વૉર્ડથી AIMIMની ટિકિટ પર ચૂંટણીમેદાને ઝંપલાવનાર નાઝિયા અંસારી. જેઓ પોતાના મતવિસ્તારમાં બુરખો પહેરીને પ્રચાર કરતાં જોવા મળે છે. તેઓ ચહેરાને નહીં પરંતુ બુરખાને પોતાની ઓળખ ગણાવે છે.

તેઓ ચૂંટણી જીતીને મહિલાઓ પ્રત્યે સમાજની માન્યતા બદલવા કામ કરવા માગે છે.

નાઝિયા અંસારી પર બીબીસ ગુજરાતીની આ ખાસ રજૂઆત.

ફૂટર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો