પટોળાંની અનોખી કળા સાચવીને બેઠેલું ગુજરાતનું નાનકડું ગામ

પ્રકાશિત

આમ તો પટોળાં માટે ગુજરાતનું શહેર પાટણ વિખ્યાત છે, પરંતુ તમે એ વાત તો નહીં જ જાણતા હોવ કે પાટણનાં પટોળાંનું ઘણું બધું કામ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થાય છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું સોમાસર ગામ વર્ષોથી પટોળાં બનાવવા માટે જાણીતું છે. દેશના વિભિન્ન વિસ્તારોથી અહીં લોકો પટોળાં ખરીદવા માટે આવે છે.

પાટણમાં હવે પટોળાં બનાવવાની કળામાં પારંગત એવા અમુક જ લોકો બચ્યા છે, ત્યારે સોમાસર ગામના ઘણા કુટુંબો ત્રણ-ત્રણ પેઢીઓખી આ કામમાં રોકાયેલી છે. પટોળાં બનાવવાની કળા હજુ પણ અહીં ઘણા લોકોને રોજગારી પૂરી પાડે છે.

જુઓ ગજરાતની આ અનોખી કળા સાચવીને બેઠેલા નાનકડા ગામ અંગે બીબીસી ગુજરાતીની આ વિશેષ રજૂઆત.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો