રાકેશ ટિકૈતે કહ્યું, ‘ગુજરાત હજુ આઝાદ નથી, હું ગુજરાત આવીશ’

પ્રકાશિત

બે મહિનાથી વધારે સમયથી દિલ્હીની સરહદો પર ખેડૂતો નરેન્દ્ર મોદી સરકારના ત્રણ કૃષિકાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.

આ આંદોલનમાં રાકેશ ટિકૈત આગેવાન તરીકે હાલ ચર્ચામાં છે અને તેઓ અલગ અલગ રાજ્યોમાં ખેડૂત પંચાયતોમાં ભાગ લઈ રહ્યા છે.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે ગુજરાતના ખેડૂતોને આંદોલનમાં ભાગ લેવાથી રોકવામાં આવી રહ્યા છે. આથી તેઓ ગુજરાત જશે અને ખેડૂતોને મળશે.

તેમણે વધુમાં કહ્યું, "દેશ આઝાદ છે, પણ ગુજરાતના લોકો હજુ પણ કેદમાં છે. હળ ચલાવવાવાળા, હાથ નહીં જોડે."

રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલન અને ગુજરાત વિશે શું કહ્યું જુઓ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો