ગુજરાતમાં બાળકોમાં કુપોષણની સમસ્યા વ્યાપક કેમ છે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં બાળકોમાં કુપોષણની સમસ્યા વ્યાપક કેમ છે?
પ્રકાશિત

તાજેતરના આંકડામાં કુપોષણમાં થયેલી વૃદ્ધિએ ગુજરાતનું ચિંતાજનક ચિત્ર ઊભું કર્યું છે. ડિસેમ્બર-2019ની સ્થિતિ મુજબ કુપોષિત બાળકોની સંખ્યામાં 2.41 લાખનો વધારો થયો છે. જુલાઈ-2019માં આ આંકડો 1.42 લાખનો હતો.

ડિસેમ્બર-2019ની સ્થિતિ મુજબ ગુજરાતમાં 3.8 લાખ બાળક કુપોષિત છે. ગુજરાતમાં પ્રવર્તમાન કુપોષિતની સમસ્યાને પહોંચી વળવા માટે કેટલીક યોજનાઓ કાર્યરત છે, પરંતુ તેના પરિણામો ઉત્સાહજનક નથી.

તાજેતરના આંકાડાએ 'મૉડલ સ્ટેટ' તથા 'સંવેદનશીલ સરકાર'ના રાજ્ય સરકારના દાવાની પોલ ખોલી નાખી છે. જુલાઈ-ડિસેમ્બર 2019 દરમિયાન કુપોષિત બાળકોની સંખ્યા સૌથી વધુ વૃદ્ધિ બનાસકાંઠામાં થઈ છે, જ્યાં 22,194 બાળકોનો ઉમેરો થયો હતો.

રાજ્યમાં કુલ 28.265 કુપોષિત બાળક છે. જ્યારે 26,021 કુપોષિત બાળકો સાથે આણંદ બીજા ક્રમે છે. જુલાઈ-2019માં આ આંકડો 19995નો હતો. આદિવાસી બહુલ દાહોદ (22,613), પંચમહાલ (20,036) તથા વડોદરા (20,806) તથા મધ્ય ગુજરાતનું ખેડા (19,269) ચિંતાજનક ચિત્ર ઊભું કરે છે.

જુઓ વિશેષ અહેવાલ

વીડિયો : રોક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલ

line
ફૂટર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો