ગુજરાતમાં ભાજપના કાર્યકરો નારાજ, અનેક રાજીનામાં

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ભાજપના કાર્યકરો નારાજ, અનેક રાજીનામાં
પ્રકાશિત

ગુજરાતમાં ભાજપના કાર્યકરો ખૂબ જ નારાજ છે. તેમની નારાજગીનું કારણ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે લાવેલી નવી નીતિ.

ટિકિટ મેળવવા માટે ભલામણોના વરસાદ અને ગળાકાપ હરિફાઈ વચ્ચે ગુજરાત ભાજપ દ્વારા આગામી સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં ત્રણ ટર્મથી પક્ષની ટિકિટ મેળવીને ચૂંટાઈ આવતા, 60- વર્ષથી વધુ વયના અને ચૂંટાયેલા પ્રતિનિધિનાં સગાંને ટિકિટ ન ફાળવવાની નીતિ અપનાવાઈ છે.

આ પગલાંને લીધે ભાજપના કાર્યકરો ખૂબ જ નારાજ થયા છે.

ગુજરાત ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમોએ ગુજરાતના રાજકીય પ્રવાહોમાં નવી ચર્ચા જગાવી છે. ભાજપ દ્વારા લેવાયેલા આ પગલાનાં સંભવિત કારણો વિશે જાણવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક રાજકીય વિશ્લેષકો અને ગુજરાતના દિગ્ગજ નેતાઓ સાથે વાત કરી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો