ખેડૂત આંદોલન : રાકેશ ટિકૈતનું એલાન, 'આવતીકાલે દેશભરમાં ચક્કાજામ થશે'

વીડિયો કૅપ્શન, ખેડૂત આંદોલન : 6 તારીખે સમગ્ર દેશમાં ચક્કાજામનો કોલ
પ્રકાશિત

દિલ્હીની સરહદે ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો આવતીકાલે 6 ફેબ્રુઆરીના રોજ સમગ્ર દેશમાં ચક્કાજામ કરવાના છે.

26 જાન્યુઆરીની ટ્રૅક્ટર રેલી બાદ ખેડૂતોનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. કૃષિકાયદાને રદ કરવા માટે ખેડૂતો મોદી સરકાર પર દબાણ વધારી રહી છે.

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલું ખેડૂત આંદોલન માત્ર દિલ્હીની સરહદ સુધી સીમિત નથી પરંતુ હરિયાણાના જિંદ, રોહતક, ઉત્તરાખંડ, રુડકી અને ઉત્તર પ્રદેશના મથુરામાં પણ શરૂ થઈ ગયું છે.

અહીં મોટી સંખ્યામાં ખેડૂતોની મહાપંચાયતોનું આયોજન થઈ રહ્યું છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જિંદની મહાપંચાયતમાં 'દિલ્હી ચલો'નું આહ્વાહન કર્યું હતું.

જિંદના કંડેલામાં થયેલી ખેડૂતોની મહાપંચાયતમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હરિયાણાના ગામેગામથી ખેડૂત આંદોલન માટે સમર્થન એકઠું કરવામાં આવી રહ્યું છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો