ગીરગઢડા : ત્રણ ચોપડી ભણેલા એ ગુજરાતી ખેડૂત જેમણે વાંચ્યાં છે હજારો પુસ્તકો!
પુસ્તક માણસનો સૌથી સારો મિત્ર હોય છે. આ કહેવત ગીરગઢડા તાલુકાના આંબવડ ગામના રહેવાસી ઉકાભાઈ વઘાસીયા પર એકદમ બંધ બેસે છે. જેઓ પોતાના પુસ્તકપ્રેમના કારણે પ્રખ્યાત થય છે.
તેમને વાંચવાનો એવો ચસકો છે કે તેમણે પોતાના ઘરને જ પુસ્તકાલયમાં તબદીલ કરી નાખ્યું છે. 75 વર્ષીય પોતાના પુસ્તકપ્રેમને કારણે અત્યાર સુધી જુદા જુદા વિષય પરનાં સાત હજાર પુસ્તકો વાંચી ચૂક્યા છે.
પુસ્તક અને વાંચવાનો શોખ એ ભણતરના મોહતાજ નથી હોતા. આ વાત પણ ઉકાભાઈના જીવનમાં યથાર્થ ઠરી છે. તેઓ માત્ર ત્રીજા ધોરણ સુધી ભણ્યા હોવ છતાં તેમના ઘરમાં ઠેર ઠેર પુસ્તકો જ જોવા મળે છે.
તેઓ આધ્યાત્મિક, સાહિત્યિક અને ઇતિહાસને લગતાં એમ બધાં પ્રકારનાં પુસ્તકો વાંચવાના શોખીન છે. હવે તો તેમની પાસે એટલાં બધાં પુસ્તકો થઈ ગયાં છે કે ઘરમાં તેને મૂકવાની જગ્યા પણ ખૂટવા લાગી છે.
મળો ઉકાભાઈ વઘાસીયાને વીડિયોમાં.
વીડિયો : દિલીપ મોરી અને પ્રીત ગરાલા



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો