ગાઝીપુર : 97 વર્ષના ખેડૂતે કહ્યું, અંગ્રેજો સામે લડ્યો છું, મોદી સરકાર સામે પણ લડીશ
પ્રકાશિત
દિલ્હી હિંસા બાદ ખેડૂત આંદોલન પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા અને બે દિવસ અગાઉ ભારે સંખ્યામાં સુરક્ષાદળો તહેનાત કરવામાં આવતા આંદોલન બંધ થઈ રહ્યું હોવાની વાત પણ સામે આવી રહી હતી પરંતુ આંદોલન હજી યથાવત છે.
રાકેશ ટિકૈતની અપીલ પછી દિલ્હીની ગાઝીપુરમાં ખેડૂતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ખાસ કરીને પશ્ચિમ ઉત્તર પ્રદેશથી અનેક ખેડૂતો આવ્યા છે.
97 વર્ષના ઇલમસિંહ પણ એમાંથી એક છે, એમની સાથે બીબીસી સંવાદદાતા વિકાસ ત્રિવેદીએ વાત કરી.
જુઓ સદી નજીક પહોંચેલા આ ખેડૂત શું કહે છે?



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો