89 વર્ષની વયે ઉત્સાહથી કાર ચલાવતાં શીખતાં દાદી

પ્રકાશિત

મહારાષ્ટ્રનાં ગંગાબાઈ મિરકુટે 89 વર્ષનાં છે અને કાર ડ્રાઇવિંગ શીખી રહ્યાં છે. તેઓ કલ્યાણના દહાગામમાં રહે છે અને તેમનો ઉત્સાહ અનેરો છે.

તેઓ કહે છે કે "અમે મારી દીકરીના ઘરે ગયા હતા જ્યારે મારા પૌત્રએ મને પૂછ્યું કે મને કાર ચલાવવી ગમશે? મેં તેને કહ્યું કે મેં ક્યારેય તેને ચલાવવાનો પ્રયાસ નથી કર્યો. તે મને મેદાનમાં લઈ ગયો અને શીખવ્યું કે કાર કેવી રીતે ચલાવાય. પણ હવે હું કાર ચલાવતા શીખી ગઈ છું."

તેમના બાળપણમાં ગંગાબાઈએ બળદગાડીઓ તો જોઈ જ હતી. પણ હાલ તેઓ તેમના પુત્રો અને પૌત્રોને કાર ચલાવતા જોતા અને તેઓ તેને જાતે ચલાવવા ઇચ્છતાં હતાં.

આ ઉંમરે અમે પરિવાર તરીકે તેમનો ઉત્સાહ વધારવા માગતા હતા અને તેમને કોઈ પણ રીતે ખુશ રાખવા માગતા હતા તેથી તેઓ 100 કે તેથી વધુ વર્ષ જીવે.

બીબીસી સંવાદદાતા રાહુલ રણશૂભેનો અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો