દિલ્હી : ખેડૂતોની ટ્રૅક્ટર રેલી હિંસક બની, ઘર્ષણ દરમિયાન એકનું મૃત્યુ

પ્રકાશિત

પ્રજાસત્તાકદિન નિમિત્તે દિલ્હીમાં ખેડૂતો કાઢેલી ટ્ર્રૅક્ટર રેલીએ હિંસક રૂપ ધારણ કર્યું છે.

ટિયરગૅસ અને ફાયરિંગનાં આ દૃશ્યો મધ્ય દિલ્હીના RTO મેટ્રો સ્ટેશન પાસેનાં છે.

સેન્ટ્રલ દિલ્હીમાં કેટલાંક તોફાની તત્વોએ હુમલો કર્યો છે, જેમણે કેટલાક પત્રકારોને પણ નિશાન બનાવ્યા છે.

ઘર્ષણ દરમિયાન એકનું મોત થયાના અહેવાલ છે. તોફાની તત્ત્વો બૅરિકેડ તોડીને આગળ વધી રહ્યા છે.

તો ઘર્ષણ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ પથ્થરમારો પણ કર્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો