રામમંદિર માટે દાન આપનાર ગુજરાતનું મુસ્લિમ દંપતી

વીડિયો કૅપ્શન, રામમંદિર માટે દાન આપનાર ગુજરાતનું મુસ્લિમ દંપત્તી
પ્રકાશિત

અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ફાળો એકઠો કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાંથી પણ અનેક લોકો અયોધ્યાના રામમંદિર માટે દાન કરી રહ્યા છે.

જોકે રામમંદિર માટે દાન આપનાર ગુજરાતના પાટણનું આ મુસ્લિમ ડૉક્ટર દંપતી વધારે ચર્ચામાં છે.

ડૉક્ટર હામિદ મન્સૂરી અને મુમતાઝ મન્સૂરીએ રામમંદિરના નિર્માણ માટે રૂ. 1,51,000નું દાન આપ્યું છે.

અયોધ્યા સિવાય પણ આ ડૉક્ટર દંપતી ભારતમાં ઘણાં મંદિરોનાં દર્શને જઈ આવ્યું છે. તેઓ ધર્મે મુસ્લિમ છે પણ ધર્મમાં ભેદભાવ કરવામાં માનતાં નથી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો