IND Vs AUS : ચેતેશ્વર પૂજારાના પિતાએ ભારતની ઐતિહાસિક જીત પર શું કહ્યું?

પ્રકાશિત

ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં જીતનું શ્રેય કોને આપવું તે એક ચર્ચાનો વિષય બન્યો છે. મૅચમાં ત્રણ ખેલાડીઓનું પ્રદર્શન ઉત્તમ હતું.

યુવાન ખેલાડી શુભમન ગિલે ઓપનિંગમાં આવીને મૅચને જીત તરફ લઈ જવામાં મદદ કરી, જ્યારે બીજા ખેલાડી હતા ઋષભ પંત, જેમણે છેલ્લે મૅચને જીતમાં બદલવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

પરંતુ ત્રીજા ખેલાડી એવા હતા, જેમણે રન ઓછા કર્યા પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં લાંબો સમય ક્રિઝ પર રહેવાનો જે વિચાર છે તેના પર અડગ રહ્યા અને પોતાની વિકેટ ગુમાવ્યા વિના તેમણે એક મોરચાને સંભાળી રાખ્યો. અને એ ખેલાડી હતા ચેતેશ્વર પૂજારા.

ઑસ્ટ્રેલિયા સામેની ચોથી મૅચમાં ચેતેશ્વર પૂજારાએ 211 બૉલમાં 56 રન બનાવ્યા હતા જે મહત્ત્વના સાબિત થયા હતા.

ઑસ્ટ્રેલિયા સામેની આખી ટેસ્ટ સિરીઝમાં બંને ટીમમાંથી સૌથી વધારે બૉલ જો કોઈ ખેલાડી રમ્યા હોય તો ચેતેશ્વર પૂજારા છે.

તેમણે 928 બૉલનો સામનો કરીને 271 રન બનાવ્યા છે. તેમની સ્ટ્રાઇક રેટ 29.20 અને એવરેજ 33.87ની રહી છે. તેમના પછી ઑસ્ટ્રેલિયાના ખેલાડી લાબુશાને અને સ્મિથ છે. જ્યારે રહાણે ચોથા ક્રમે છે.

ઑસ્ટ્રેલિયામાં ઐતિહાસિક વિજય બાદ બીબીસી ગુજરાતીએ ચેતેશ્વર પૂજારાના પિતા સાથે વાત કરી.

તેઓ જીતનો શ્રેય કોને આપે છે જુઓ વીડિયો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો