સુરતમાં 15 મજૂરોનો ભોગ લેનારો અકસ્માત કેવી રીતે થયો?
પ્રકાશિત
સુરતના કીમ ચાર રસ્તા નજીક માંડવી રોડ પર મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો જેમાં 15 લોકોનાં મૃત્યુ થયાં. જેમાં 7 મહિલા, 7 પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે.
રાત્રે શેરડીના ટૅક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બેકાબૂ બનેલો ટ્રક રસ્તા પર સૂતેલા મજૂરો પર ફરી વળ્યો હતો.
આ અકસ્માત અંગે સુરત જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક સી. એમ. જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સોમવારની રાત્રે કીમ માંડવી રોડ પર અકસ્માત સર્જાયો છે.
પોલીસે વધુમાં જણાવ્યું બેકાબૂ બનેલો ટ્રક 18 લોકો પર ફરી વળ્યો હતો જેમાં 15 લોકોનાં મૃત્યુ થયાં. મૃતકોમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો