કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગ : અમેરિકાના ખેડૂતોની હાલત કેવી થઈ?

પ્રકાશિત

ભારતમાં કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિકાયદાઓને પગલે કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગ ચર્ચાનો મુદ્દો બન્યો છે. જોકે, આ વિષય પરની ચર્ચા ફક્ત ભારતમાં જ નહીં દુનિયાના અનેક દેશોમાં થાય છે.

અમેરિકાના ટીકાકારોનું કહેવું છે કે કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગમાં બજારની તાકાત મુઠ્ઠીભર કૉર્પોરેટ્સના હાથમાં કેન્દ્રીત થઈ જાય છે અને તેઓ ખેડૂતોનું શોષણ આસાનીથી કરી શકે શકે છે.

જોકે, કંપનીઓ આ પ્રકારના આરોપોનું ખંડન કરે છે અને કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગને પ્રોત્સાહિત કરે છે. કંપનીઓની દલીલ એ હોય છે કે કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગ ખેડૂતો તથા પ્રોસેસિંગ કંપનીઓ બન્ને માટે ફાયદાનો સોદો છે.

કંપનીઓની વેબસાઇટો ખુશખુશાલ ખેડૂતોની સફળતાની કહાણીઓથી છલકાતી હોય છે, જ્યારે ટીકાકારોનું કહેવું છે કે મીડિયા તથા નેતાઓના સંતોષ ખાતર એવું કરવામાં આવે છે.

કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગનો પેચીદો મુદ્દો અને કંપનીઓ સાથે કરાર કરનાર અમેરિકન ખેડૂતોનો વિશેષ વીડિયો અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો