મકરસંક્રાંતિ : અમદાવાદના પ્રખ્યાત દિલ્હી દરવાજા પતંગબજારમાં કેવો છે માહોલ?

પ્રકાશિત

પતંગ અને ગરબા બે ગુજરાતની અનોખી ઓળખ છે. ગુજરાતમાં જે રીતે ઉત્તરાયણ ઉજવાય છે એ રીતે ક્યાંય નથી ઉજવાતી.

ગુજરાતમાં સુરતી માંજો પ્રખ્યાત છે એમ જ અમદાવાદમાં દિલ્હી દરવાજાની પતંગબજાર પ્રખ્યાત છે.

ઉત્તરાયણની આગલી રાતે આ બજારમાં ગજબની ભીડ પતંગ અને દોરીની ખરીદી કરવા ઊમટી પડે છે.

આ વર્ષે કોરોનાને કારણે તહેવારો પર અંકુશ છે તો પણ દિલ્હી દરવાજાનું પતંગબજાર હાલ ધમધમી રહ્યું છે.

જુઓ બીબીસી સંવાદદાતા સાગર પટેલનો દિલ્હી દરવાજાથી વીડિયો અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો