You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનનાં મહિલા ખેડૂત જેઓ પરાળમાંથી ખાતર બનાવી હજારો કમાય છે
ડાંગરની પરાળનો નિકાલ કરવાની આ પદ્ધતિ વર્ષોથી ચાલતી આવે છે. આ ધુમાડો ધુમ્મસને વધારતું પરિબળ પણ બની જાય છે. જે છેલ્લાં પાંચ વર્ષમાં વધતા હવાપ્રદૂષણ માટે જવાબદાર છે.
મળીએ પાકિસ્તાનના પંજાબના ગુજરાંનવાલાનાં મહિલા ખેડૂતને જેઓ ડાંગરની પરાળ બાળીને વર્ષે હજારો રૂપિયાની કમાણી કરે છે.
સમીના બિનયામીન ડાંગરના પાકની લણણી માટે એક વિશિષ્ટ મશીનનો ઉપયોગ કરે છે. જે માત્ર ડાંગરના પાક માટે તૈયાર કરાયું છે.
આ મશીન એકદમ તળિયેથી ડાંગરના પાકની લણણી કરે છે. જેથી પાક લીધા બાદ ખેતર સાફ કરવા માટે તેને બાળવાની જરૂર નથી પડતી. અને ડાંગરનો વધેલો ભાગ જમીનની ફળદ્રુપતા વધારવા માટે ખાતર તરીકે ઉપયોગી બને છે.
જુઓ, કેવી રીતે ખાસ મશીનના ઉપયોગથી આ મહિલા ખેડૂત ન માત્ર માત્ર પ્રદૂષણ ઘટાડી રહ્યાં છે પરંતુ સાથોસાથ કમાણી પણ કરી રહ્યાં છે.
વીડિયો : ઉમર દરાઝ નાંગિયાના\ વકાસ અનવર
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો