સુરત : પોંકવડા કેવી રીતે બને છે અને લોકો કેમ છે દિવાના?

પ્રકાશિત

ભૂતકાળમાં સોનાની મૂરત તરીકેની ઉપમા પામેલ ગુજરાતનું અનોખું શહેર સુરત, માત્ર ત્યાંના લોકોની બિંદાસ લાઇફસ્ટાઇલને કારણે જ નહીં. પરંતુ ત્યાંના લોકોની વિશિષ્ટ ખાવાપીવાની સામગ્રીને લઈને પણ એટલું જ વિખ્યાત છે.

આવી જ એક વાનગી છે સુરતી પોંક વડા.

જેટલા સ્વાભિમાનથી સુરતીઓ સુરતના વેપાર ઉદ્યોગને લઈને વાત કરે છે, સુરતીઓમાં તેટલી જ દિવાનગી તેમની ખાણીપીણીની વિશિષ્ટ વસ્તુઓને લઈને જોવા મળે છે.

સુરતી ઘારી અને લોચાની જેમ જ સુરતી પોંકે પણ સુરતના વિખ્યાત જમણમાં એક વિશિષ્ટ સ્થાન હાંસલ કર્યું છે.

પોંકના ચાહકો અને વેપારીઓ સુરતી પોંકને સુરતનું નાક ગણાવે છે. જાણો કેમ સુરતીઓના જીવનમાં અદ્વિતિય સ્થાન ધરાવે છે આ વાનગી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો