કોરોના વાઇરસ : કોવિડ-19થી પ્રથમ મૃત્યુને એક વર્ષ થયું, શું છે સ્થિતિ?
11 જાન્યુઆરી, 2020ના રોજ ચીનમાં રહસ્યમય વાઇરસથી એક જણનું મૃત્યુ થયું હતું. આ વ્યક્તિનું મોત જે રહસ્યમય વાઇરસના કારણે થયું હતું તેને આપણે આજે કોરોના વાઇરસ તરીકે ઓળખીએ છીએ.
એક વરસના સમયગાળામાં આ વાઇરસે ભલભલાં અર્થતંત્રોના પાયા હચમચાવી નાખ્યા. અગણિત લોકોનાં મૃત્યુનું કારણ બન્યો. એક વર્ષમાં આ વાઇરસના દર્દીઓની સંખ્યા સમગ્ર વિશ્વમાં નવ કરોડને આંબી ગઈ છે.
ઉદ્ભવ, ટોચ અને હવે વૅક્સિનની શોધ સાથે આ વાઇરસનો અંત આણવાની શરૂઆત કરવામાં માનવજાતિને એક વર્ષનો સમય લાગ્યો. ત્યાં સુધીમાં આ વાઇરસને કારણે કદી ના જોયેલાં દૃશ્યો દુનિયાએ જોવાં પડ્યાં, જીવવાં પડ્યાં.
આ અસીમિત પડકારો સામે માનવજાત માટે આશાનું કિરણ કઈ રીતે ઊગ્યું? કઈ રીતે ડગલે ને પગલે માનવ દ્વારા વિકસાવાયેલાં તંત્રો સામે અવરોધ ઊભા કરનાર આ વાઇરસ સામે માનવજાતિની સર્વોચ્ચતા સાબિત કરવાની શરૂઆત થઈ?
એક વર્ષના ગાળામાં કોરોના વાઇરસે સમગ્ર વિશ્વના જનજીવન સામે ઊભા કરેલા પડકારો અને તેમાંથી બહાર આવવા માટેના પ્રયત્નો વિશે જાણવા જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો