લાલ બહાદુર શાસ્ત્રી : પાકિસ્તાન સાથે કરાર કરવા ગયેલા વડા પ્રધાનની અંતિમ ક્ષણો કેવી હતી?
લાલ બહાદુર શાસ્ત્રીએ 1965માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં કુશળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું. યુદ્ધ બાદ રામલીલા મેદાનમાંથી તેમણે પાકિસ્તાનના ઇરાદા પર કટાક્ષ કર્યો હતો.
વર્ષ 1966માં તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ અયૂબ ખાન સાથે શાંતિ સમજૂતી કરવા માટે તાશકંદનો પ્રવાસ કર્યો હતો.
ભારત-પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થી સોવિયત સંઘે સંભાળી હતી.
10 જાન્યુઆરી, 1966ના રોજ તાશકંદમાં ભારત-પાકિસ્તાને એક કરાર પર હસ્તાક્ષર કર્યા અને 11 જાન્યુઆરી, 1966માં તાશકંદમાં જ શાસ્ત્રીનું નિધન થઈ ગયું.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયર તાશકંદમાં જ હાજર હતા. જ્યારે શાસ્ત્રીનો મૃતદેહ દિલ્હી લાવવા માટે તાશકંદ ઍરપૉર્ટ પર લવાઈ રહ્યો હતો.
ત્યારે રસ્તામાં સોવિયત, ભારતીય અને પાકિસ્તાનના ધ્વજ ઝૂકેલા હતા.
એ અંતિમ ક્ષણોમાં શું થયું હતું? જુઓ વીડિયો
વીડિયો સૌજન્ય : બ્રિટિશ પાથે


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો