ભારત કોરોનાના ઘટી રહેલા કેસો વચ્ચે ચિંતામાં કેમ?

પ્રકાશિત

ભારતમાં એક તરફ કોરોના કેસોની સંખ્યા ઘટી રહી હોવા છતાં ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેનના છ કેસો સામે આવ્યા છે.

મંગળવારે આરોગ્યમંત્રાલયે આ અંગેની જાહેરાત કરી. યૂકેથી પરત ફરેલા પ્રવાસીઓમાંથી છ પ્રવાસીઓ પૉઝિટિવ આવ્યા છે, જેમનામાં નવો કોરોના વાઇરસ જોવા મળ્યો છે.

આરોગ્યમંત્રાલયના સત્તાવાર નિવેદન પ્રમાણે એક કેસ બેંગલુરુ, બે હૈદરાબાદ અને એક પૂણેના પ્રવાસીઓમાં જોવા મળ્યો છે. આ દર્દીઓને જે-તે શહેરોમાં તબીબી નિરીક્ષણ હેઠળ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

આ પૂર્વે બ્રિટનથી આવેલા ચાર ગુજરાતી પ્રવાસીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો