મોરબીમાં મજૂરોનાં બાળકોને ભણાવવા માલિકે ફેકટરીમાં જ શરૂ કરી શાળા

પ્રકાશિત

આ દૃશ્યો કોઈ ખાનગી શાળાના હોય એવું લાગશે પણ હકીકતે આ મોરબીની એક સિરામિક ફેકટરીની અંદર બનાવવામાં આવેલી શાળા છે. આ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ કામદારોનાં બાળકો છે.

શ્રમિકોમાં ભણતર વિશે જાગૃતિના અભાવે અને આર્થિક સ્થિતિને પગલે બાળકોનો અભ્યાસ છૂટી ન જાય તે માટે આ ખાસ પહેલ કરવામાં આવી છે.

બાળકોને ભણાવવા માટે એક રૂમમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ તેમને ભણાવવા માટે આજુબાજુનાં ગામોનાં શિક્ષિકાઓને રાખવામાં આવ્યાં છે.

કોરોનાને કારણે બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડવામાં આવે છે અને ફરજિયાત માસ્ક પહેરાવવામાં આવે છે.

અહીં કુલ 60 બાળકો હોવાથી 30 બાળકોને સવારે અને 30 બાળકોને બપોર પછી અભ્યાસ માટે બોલાવાય છે તેમજ ફેકટરી દ્વારા અભ્યાસ માટે તમામ પુસ્તકો, નોટબુક અને પેન્સિલ બાળકોને મફત આપવામાં આવે છે.

વીડિયો : રાજેશ આંબલિયા અને પ્રીત ગરાલા

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો