સુરત : અલ્પેશ કથીરિયાની બર્થડે પાર્ટીમાં શું થયું?

પ્રકાશિત

પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવા નેતા અલ્પેશ કથીરિયાની સુરત પોલીસે અટકાયત કરી હોવાના અહેવાલ છે.

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય અનુસાર અલ્પેશ કથીરિયાએ તાજેતરમાં જ તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. જેનો વીડિયો વાઇરલ થયો હતો.

અહેવાલ અનુસાર ઉજવણીમાં કોરોનાની માર્ગદર્શિકાના કથિત ઉલ્લંઘનને મામલે અટકાયત કરાઈ છે. તેમને સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે.

વળી જે ફાર્મહાઉસમાં ઉજવણી થઈ હતી તેના માલિક અને અલ્પેશના સાથી સભ્યની પણ અટકાયત થઈ હોવાના અહેવાલ છે.

તેમની ઍપિડેમિક ઍક્ટ અને જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરાઈ હોવાનું પોલીસનું કહેવું છે.

અલ્પેશ કથીરિયની બર્થડે પાર્ટીમાં શું થયું જુઓ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો