ગોંડલ : ગુજરાતી ખેડૂતની કમાલ, સૌપ્રથમ વખત સૌરાષ્ટ્રમાં ઉગાડી સ્ટ્રોબેરી
પ્રકાશિત
ઠંડા પ્રદેશમાં ઊગતી સ્ટ્રોબેરીની ખેતી હાલમાં ગુજરાતમાં થઈ રહી છે.
ગોંડલ તાલુકાના ગોમટા ગામમાં બે ખેડૂત ભાઈઓએ સ્ટ્રોબેરીની ખેતી કરવાનો પ્રયોગ હાથ ધર્યો અને તેઓ સફળ પણ થયા.
સામાન્ય રીતે સ્ટ્રોબેરીને ઉગવા માટે ઠંડા વાતાવરણની જરૂર પડે છે. સ્ટ્રોબેરીની ખેતી માટે ઉત્તર ભારતના રાજ્યો મોખરે છે.
મહારાષ્ટ્ર પણ મોટા પ્રમાણમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન કરે છે. તેવામાં ગુજરાતમાં આ પાકની સફળ ખેતી કરવી એ ખૂબ જ સાહસ અને પરિશ્રમનું કામ છે.
ગિરીશભાઈ સ્ટ્રોબેરીના રોપ પુણેથી લાવ્યા હતા. ત્યારબાદ તેમણે વાવણીનું માર્ગદર્શન મેળવીને સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી.
ગિરીશભાઈ આ ખેતી માટે ટપકસિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે જેથી કરીને ઓછા પાણીથી પણ પાક મેળવી શકાય.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો