યમન : કોરોનાને લીધે અહીં લોકો રસ્તા પર મરી રહ્યા છે

પ્રકાશિત

યમનમાં કોરોના વાઇરસનો પહેલો કેસ નોંધાયાને અત્યારે નવ મહિના જેવો સમય થઈ ગયો છે.

બીબીસી પહેલી એવી આંતરાષ્ટ્રીય બ્રૉડકાસ્ટર સંસ્થા છે, જેને મહામારી બાદ અહીં જવાની અને અહેવાલ તૈયાર કરવાની પરવાનગી મળી છે.

આ દેશ મહામારીના ઘણા સમય પહેલાંથી જ માનવતાની કટોકટીનો સામનો કરી રહ્યો છે.

યમન બે ભાગમાં વહેંચાયેલું છે ઉત્તરમાં હૂતી સમૂહ અને દક્ષિણમાં આંતરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકાર.

બીબીસીએ રાજધાની સનાની મુલાકાત લીધી જયાં પરિસ્થિતી ઘણી નાજુક છે.

જોકે હૂતી અધિકારીઓએ હજુ સુધી કોરોના મહામારીના માત્ર ચાર કેસની જ નોંધણી કરી છે.

આ અહેવાલનાં કેટલાંક દૃશ્યો આપને વિચલીત કરી શકે છે. જોઇએ નવાલ અલ મગાફીનો અહેવાલ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો