You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ઘરે-ઘરે કોરોનાના રસીકરણ માટે સર્વે કેવી રીતે થઈ રહ્યો છે?
કોરોના રસી વિશે હજુ કોઈ ચોક્કસ માહિતી નથી ત્યારે ગુજરાત સરકાર રસી પહેલાં કોને આપવી તે માટે સર્વે કરી રહી છે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યમાં ડોર-ટુ-ડોર સર્વે કરીને 50 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ કે જેઓ કૅન્સર, હૃદયરોગ, કિડની જેવી ગંભીર બીમારી ધરાવતી હોય, તેમની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.
ગુરુવારે આ સર્વેની શરૂઆત કરવામાં આવી છે અને સાત દિવસની અંદર પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.
શહેરી વિસ્તારોમાં નગરપાલિકાની અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અને ગ્રામીણ વિસ્તારોમાં જિલ્લા પંચાયતો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો