You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાની રસીની અમેરિકામાં કઈ રીતે વહેંચણી કરાઈ રહી છે?
અમેરિકાના સૌથી મહત્ત્વકાંક્ષી રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે.
ફાઇઝર-બાયૉ-એન-ટેકની કોરોના રસી બ્રિટનમાં અપાઈ રહી છે અને હવે અમેરિકામાં પણ આ રસી આપવામાં આવી રહી છે.
સૌથી પહેલાં ન્યૂયૉર્કમાં એક આઈસીયુ નર્સને રસી અપાઈ હતી. ન્યૂયૉર્ક એક સમયે અમેરિકામાં કોરોના સંક્રમણનું હૉટસ્પૉટ હતું.
આ રસીને ડીપ ફ્રીઝમાં ખૂબ જ ઠંડા તાપમાનમાં રાખવી પડે છે એટલે રસીને પહોંચડતી વખતે વિશેષ તકેદારી રાખવી પડે છે.
અમેરિકામાં અત્યાર સુધી ત્રણ લાખ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે ત્યારે રસીકરણ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
જોકે અમેરિકામાં કોરોનાની રસીની વહેંચણીનો પડકાર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો