એ મહિલાઓ, જે કેળાના ફાઇબરમાંથી બનાવે છે સેનિટેરી પૅડ

પ્રકાશિત

સરકારી આંકડાઓ પ્રમાણે ભારતમાં અંદાજે 35.5 કરોડ મહિલાઓ અને છોકરીઓ પૅડનો ઉપયોગ કરે છે. સેનિટેરી પૅડમાંથી થતાં કચરાનો નિકાલ પણ ભારત માટે મોટી સમસ્યા છે.

પ્રધાનમંત્રી જનઔષધિકેન્દ્ર યોજના અંતર્ગત મહિલાઓને એક રૂપિયામાં સેનિટેરી પૅડ મળી રહે તેવી યોજના પણ છે. જોકે ગ્રામિણ વિસ્તારોમાં હાઇજીન હજી પણ એક મોટો મુદ્દો છે.

સૌખ્યમ પૅડની શરૂઆત 2017માં થઈ હતી, 32 મહિલા જૂથો તેની સાથે જોડાયેલાં છે.

આગામી બે વર્ષોમાં આ સંસ્થા વધુ 200 મહિલાઓને રોજગાર આપવાનો લક્ષ્યાંક ધરાવે છે, જોકે વર્કિંગ વૂમન સુધી તેને પહોંચાડવું માટે મોટો પડકાર છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો