You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ આખી દુનિયામાં ફેલાયો ક્યાંથી? અમેરિકાનું નવું સંશોધન
પ્રકાશિત
કોરોના વાઇરસના ઉદ્ભવને લઈને જાત-ભાતની થિયરીઓ પ્રવર્તે છે. માન્યતા છે કે કોરોના વાઇરસ વુહાનના એક મીટ માર્કેટમાંથી પ્રસર્યો.
જોકે થોડા દિવસ પહેલા ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે કોરોના વાઇરસ વુહાનમાં દેખાયો એ પહેલા ભારતમાં તેના હોવાના પુરાવા છે.
હવે અમેરિકાના વૈજ્ઞાનિકોએ પણ આવો એક નવો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે કોરોના વાઇરસ વુહાનમાં દેખાયો એ પહેલાથી ઘણા દેશોમાં તે હયાત હતો. પરંતુ તેની પુષ્ટિ નહોતી થઈ.
અમેરિકાના સંશોધકોની આ નવા દાવા વિશે બીબીસીની પડતાલ, જુઓ આ વીડિયોમાં....
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો