નરેન્દ્ર મોદીની સરકાર બનાવી રહી છે એ નવી સંસદને લઈને વિવાદ કેમ?

વીડિયો કૅપ્શન, નરેન્દ્ર મોદીની સરકાર બનાવી રહી છે એ નવી સંસદને લઈને વિવાદ કેમ?
પ્રકાશિત

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પાંચ ડિસેમ્બરે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બરે આ નવી ઈમારતની ઈંટ મૂકી છે.

તેને 2022 સુધી પૂરી કરાશે. તેમાં અનુમાન પ્રમાણે અંદાજે 971 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

તેઓએ એ પણ બતાવ્યું કે આ આખા પ્રોજેક્ટનું નિર્માણક્ષેત્ર 64,500 વર્ગમીટરનું હશે. આ વર્તમાન સંસદભવનથી 17,000 વર્ગમીટર વધુ હશે.

આ સિવાય તેઓએ કહ્યું કે નવી ઈમારતમાં લોકસભા કક્ષ ભૂતળમાં હશે, જેમાં 888 સભ્યોની બેઠક-વ્યવસ્થા હશે, જ્યારે રાજ્યસભામાં 384 સભ્યોની બેઠક-વ્યવસ્થા હશે. સંયુક્ત બેઠક દરમિયાન 1272 સભ્યો તેમાં બેસી શકશે.

આ નિર્માણકાર્ય સાથે જોડાયેલી ઘણી અરજીઓ અનેક પાસાંઓને ધ્યાનમાં રાખીને કોર્ટમાં દાખલ કરાઈ છે. તેમાં આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી પર્યાવરણ સંબંધી ચિંતાઓ પણ સામેલ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો32540