You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દુલ્હનને લગ્નના દિવસે જ થયો કોરોના તો પીપીઈ કીટ પહેરી કર્યાં લગ્ન
પ્રકાશિત
રાજસ્થાનના આ યુવક-યુવતીનાં લગ્ન કોરોના પણ રોકી શક્યો નહીં. રાજસ્થાનના બાંરા જિલ્લામાં અનોખાં લગ્નની ઘટના બની છે. જેમાં કન્યાનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છતાં કોવિડ સેન્ટરમાં લગ્ન થયાંની ઘટના નોંધાઈ છે.
લગ્ન બાદ દુલ્હનને કોવિડ સેન્ટરમાં જ સારવાર હેઠળ રાખવામાં આવ્યાં હતાં. વર-વધૂ સહિત લગ્નમાં સામેલ થયેલ તમામ લોકો PPE કિટ પહેરેલાં દેખાયાં હતાં.
લગ્નના દિવસે જ વધૂ અને તેમનાં માતાના કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવવાને કારણે આ પ્રકારે લગ્ન કરવાની ફરજ પડી હતી.
જુઓ આ અનોખાં લગ્ન અંગે બીબીસી ગુજરાતીનો વીડિયો અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો