You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કંગના રણૌતને આ પંજાબણ દાદીએ ખેતરમાં દહાડીએ આવી જવાં કેમ કહ્યું?
પ્રકાશિત
દિલ્હીમાં કૃષિ સુધારા કાયદા સામેનું ખેડૂતોનું આંદોલન મહિલાઓની ભાગીદારીને લઈને ખાસ ચર્ચામાં છે.
આ આંદોલનમાં પંજાબના બઠિંડા જિલ્લાના એક દાદી મહિન્દર કૌર પણ ભાગ લઈ રહ્યા છે.
અભિનેત્રી કંગના રણૌતે કથિત રીતે ટિપ્પણી કરી હતી કે લોકો પૈસા લઈ આંદોલનમાં ભાગ લઈ રહ્યાં છે. કંગનાની ટિપ્પણીથી નારાજ દાદીએ કંગનાને એમના ખેતરમાં દહાડીએ આવવા અને એ બદલ તેઓ હજાર રૂપિયા ચૂકવશે એવી વાત કરી હતી.
આ પંજાબણ દાદીએ આટલી ઉંમરે તેઓ ખેતરમાં શું-શું કામ કરી શકે છે એની અને કંગનાને ખેતી વિશે ખબર ન પડતી હોવાની વાત કરી.
જુઓ મહિન્દર કૌરનો વીડિયો અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો